સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત – સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપી વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલનો અનુરોધ 

કેવડીયા ખાતે નર્મદા શ્રમદાન શિબિરાર્થી ભાઇ-બહેનોની શુભેચ્છા મુલાકાત

લઇ સીધો વાર્તાલાપ કરતાં રમતગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ


રાજપીપલા: ૧૫/૧૧/૧૮

ગુજરાતના રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે કેવડીયા કોલોનીમાં નર્મદા મૈયાના સાનિધ્યમાં શ્રમદાન શિબિરમાં ભાગ લઇ રહેલાં ગુજરાતભરનાં અંદાજે ૧૫૦ જેટલા શિબિરાર્થી ભાઇ-બહેનોને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારતના મિશનને સફળ બનાવવામાં શ્રમદાન થકી યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં અને વાસ્તવિક જીવનમાં પણ શ્રમકાર્ય અને સ્વચ્છતાના ગુણોની ખીલવણી સાથે સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત – સશક્ત ભારતની કલ્પના સાકાર કરવાની દિશામાં સૌ કોઇને કટિબધ્ધ થવા ખાસ અનુરોધ કર્યો હતો.
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિીની મુલાકાતે પધારેલા અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી ડૉ. બી.ડી. મિશ્રા સાથે જોડાવવાના પ્રસંગની સાથોસાથ ગુજરાતના રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના રાજ્યમંત્રીઇશ્વરસિંહ પટેલે કેવડીયા કોલોની ખાતે શ્રમદાન શિબિરમાં ભાગ લઇ રહેલા શિબિરાર્થીઓની સૌજન્ય મુલાકાત લઇ શિબિરાર્થીઓ સાથે કરેલા વાર્તાલાપમાં શિબિરના યાદગાર અનુભવનોની જાણકારી મેળવી રાષ્ટ્ર નિર્માણની કામગીરીમાં સહયોગી થવા બદલ બિરદાવ્યા હતાં.
રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે શિબિરાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ૧૯૯૦-૯૧ થી નર્મદા શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવે છે. એટલે કે અંદાજે ૨૭-૨૮ વર્ષ પહેલાં જ્યારથી આ સરદાર સરોવર ડેમની શરૂઆત થઇ ત્યારથી ગુજરાતભરના તમામ જિલ્લામાંથી શિબિરાર્થીઓ અહીં આવે છે. આજે પણ ૧૫૦ જેટલા શિબિરાર્થીઓ જે ભાગ લઇ રહ્યાં છે તે તમામને શુભેચ્છા પાઠવતાં નર્મદા મૈયાને સ્વચ્છ બનાવવાની સાથે પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળોને પણ સ્વચ્છ રાખવાની ભાવનાને ઉજાગર કરી પોતાનામાં રહેલા સ્વચ્છતાના ગુણોને સાકાર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્યમંત્રીપટેલે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તેમના ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૩ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના શિલાન્યાસ બાદ પાંચ વર્ષના ટૂંકાગાળામાં જ તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ થતાં આવનારા દિવસોમાં દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવનાર છે. ૫૬૨ જેટલા રજવાડાઓને એક કરનારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની આ વિરાટ પ્રતિમા ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે.
આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારીશમહેશભાઇ ચૌધરી સહિત રમત ગમત વિભાગના કોચ વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ :
જ્યોતિ જગતાપ , રાજપીપળા
Advertisements

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વધતા જતા પ્રવાસીઓમાટે નર્મદા પોલીસે વધારી જડબેસલાક  સુરક્ષાવ્યવસ્થા . 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વધતા જતા પ્રવાસીઓમાટે નર્મદા પોલીસે વધારી જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા .

સ્પેશિયલ ડોગ સ્કોડ અને બીડીએસની ટીમ દ્વારા વાહનો અને પ્રવાસીઓનું સઘન ચેકીંગ

રાજપીપલા: ૧૨/૧૧ /૧૮
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અપેક્ષા કરતા ત્રણ ગણા પ્રવાસીઓ આવી રહયા છે ત્યારે તેમની સલામતી અને સુરક્ષા મો પ્રશ્ન મહત્વ નો બની રહ્યો છે તેં માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ કડક સુરક્ષા વ્યવસ્થાગોઠવી છે મોટી સંખ્યામાં આવી રહ્યા હતા. અત્યાર સુધી 1લાખ થી પ્રવાસીઓ આવીચૂક્યા છે અને સતત સંખ્યા ક્રમશઃ વધી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા,એ.એસ.પી અચલ ત્યાગી સહીત જાતે મુખ્ય ઈજનેર આર.જી કાનુંગો પણ સ્થળ પર હાજર રહી પ્રવાસીઓ માટે સુરક્ષા સલામતી અને વ્યવસ્થા ગોઠવી રહયા છે .

નર્મદા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પણ પાણીની પરબ સાથે નર્મદા નિગમે પણ ટિકિટ પોઇન્ટ,સ્ટેચ્યુ પોઇન્ટ,ગેલેરી પોઇન્ટ, પાર્કિંગ પોઇન્ટ સહીત ફ્લાવર ઓફ વેલી પાસે પાણીની સુવિધા ઉભી કરી છે .બસોમાં લાંબી કતારો થતા વધુ 13 બસો મુકાઈદેવાઈ છે આમ કુલ 40 બસોની સગવડથઇ જતા પ્રવાસીઓને રાહત થઇ છે .સાથે જૂની અને નવી એમ બે સ્વાગત સ્થળો પર કુલ 10 જેટલી ટિકિટ બારીઓ પણ વધારી દેવામાં આવી હતી.વધારામાં નર્મદા પોલીસ દ્વારા પ્રવાસીઓની આરોગ્ય સેવાઓ માટે પોલિસ એમ્બ્યુલન્સ સેવાનો પણ રવિવારથી કેવડિયા વિસ્તારમાં પ્રારંભ કરાયો છે.રવિવારે રજામાં 12637 જેટલી બસ ટિકિટો,એન્ટ્રી પાસ 6245,5895 લોકોએ વ્યૂહ ગેલેરી નિહાળી હતી આમ રવિવારે કુલ 22.41 લાખની આવક થઈ હતી

નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાતા નર્મદા પોલીસ માટે સુરક્ષાની પણ જવાબદારી વધી છે.અને જેમાં ખાસ કરીને 3 થી 4 હજાર વાહનો હોય અને 30 હજાર પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને જાતે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને એ.એસ.પી અચલ ત્યાગીએ જાતે સ્થળ પર હાજર રહી ડોગ સ્કોડ અને બીડીએસની ટીમ દ્વારા વાહનો અને પ્રવાસીઓનું ચેકીંગ કરાવ્યું હતું.આ ટીમો કાયમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જિલ્લા પોલીસ વડાએ ફાળવી દીધી છે. આ ટીમ રાઉન્ડ ધ કલોક સમગ્ર પ્રવાસીઓની સુરક્ષા કરશે,ખાસ કરીને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ તો કાર પાર્કિંગમાં કે પ્રવાસીઓની બેગમાં કોઈ વિસ્ફોટક કે અન્ય હથિયાર ન લાવે એ બાબતે પોલીસ સતર્ક થઈ હતી અને રવિવારથી સ્પેશિયલ ડોગ સ્કોડ અને બીડીએસની ટીમ દ્વારા વાહનો અને પ્રવાસીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :
જ્યોતી જગતાપ , રાજપીપળા

અરુણાચલ પ્રદેશના રાજ્યપાલની સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નર્મદા ડેમ ની મુલાકાત

કેવડીયામાં સરદાર સ્મારકના દર્શન કર્યા ગેલેરી વેલી ઓફ ફ્લાવર અને નર્મદા ડેમ પણ નિહાળ્યો

સરદાર ના આ સ્ટેટ્યૂ ને દુનિયાની એક અજાયબી ગણાવી પોતાની એક ધાર્મયાત્રા પુરી થઇ છે જે વ્યક્તિએ સમગ્ર રાષ્ટ્ર ને એક કર્યું તેના કદમો માં નમન કરી હું ધન્યતા અનુભવુંછું – રાજ્યપાલ મિશ્રા

રાજપીપળા : ૧૨/૧૧ /૧૮ રીપોર્ટ : જ્યોતી જગતાપ
અખંડ ભારતના પૂર્વોત્તર સીમાડે આવેલા અરુણાચલ પ્રદેશના રાજ્યપાલે વિક્રમ સંવતના નવા વર્ષે વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રથમ મુલાકાતી મહાનુભાવ બન્યા હતા રાજ્યપાલ બ્રિગેડિયર (સેવાનિવૃત્ત)(ડો.)શ્રી બી.ડી.મિશ્રા તેમના ધર્મ પત્ની સાથે આવી પહોંચ્યા હતા .આજે કેવડિયાસરદાર સાહેબના આ સ્મારક સ્થળે ગેલેરી , વેલી ઓફ ફ્લાવર , નર્મદા ડેમ નુ નિરીક્ષણ કર્યું હતું .તેમનીસાથે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલપણ જોડાયા હતાઉપરાંત .જિલ્લા કલેકટર આર એસ નિનામા , ડીડી ઓ , પોલીસ વડા મહેન્દ્ર બગડિયાતથા અધિકારી ગણ ઉપસ્થિત રહયા હતા તેમણે દેશને પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તર થી દક્ષિણ છેડા સુધી જોડનાર સરદાર સાહેબને પૂર્વોત્તરમાં સાત ભગીનીઓ ના પ્રદેશ(સેવન સિસ્ટર્સ)તરીકે ઓળખાતા રાજ્યો પૈકીના અરુણાચલ પ્રદેશ અને તેના લોકો વતી રાજ્યપાલ દ્વારાસરદાર પટેલને ભાવભરી અંજલિ આપવામાં આવી હતી
મહામહિમ(ડો.)મિશ્રા વિમાન માર્ગે નવી દિલ્હી થી વડોદરા આવ્યા હતા અને કેવડિયા ખાતે રવિવારે રાત્રી રોકાણ સોમવારે સાધુ દ્વીપ પર પ્રસ્થાપિત સરદાર પ્રતિમા ના દર્શન કરરી અને અન્ય પ્રવાસન આકર્ષણો પણ નિહાળ્યા હતા તેમની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતિ નીલમ મિશ્રા એ પણ મુલાકાતલીધી હતી . રાજ્યપાલ મિશ્રા પોતાના ધર્મપત્ની નીલમ મિશ્રા સાથે સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની મુલાકાતે આવ્યા હતા અને તેમને અરુણાચલ પ્રદેશ વતી સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી .હતી તેઓ ની સાથે રાજ્યપાલ સરદાર વલ્લભ ભાઈ ના આ સ્ટેટ્યૂ ને દુનિયાની એક અજાયબી ગણાવી પોતાની એક ધાર્મયાત્રા પુરી થઇ હોવાનું મિશ્રા એ જણાવ્યું હતું કે જે વ્યક્તિએ સમગ્ર રાષ્ટ્ર ને એક કર્યું તેના કદમો માં નમન કરી હું ધન્યતા અનુભવુંછું વળી આ અદભુત સ્ટેટ્યૂ ની જેને કલ્પના કેરી છે તેવા વડાપ્રધાન મોદી ની આ કલ્પના અધભૂત છે તેમને દુનિયામાં એક અનોખી નામના પ્રાપ્ત કરી છે જેનેજ લોકો કેટલાય સુધી યાદ કરશે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી માટે પ્રાર્થના કરું છું મુલાકાતને સફળ ગણાવી વડોદરાથી વિમાન માર્ગે પરત નવી દિલ્હી જવા રવાના થયાં હતા .

નર્મદા ના ગોરા – વાઘડીયા – લિમડી ગામ પંચાયત ના સરપંચો ની આગેવાની મા આદિવાસી સમાજ ના આગેવાનો એ આવેદનપત્ર આપ્યું

આઝાદી ના 71 વર્ષ બાદ પણ આદિવાસી ઓને બંધારણની અનુસૂચિ 5 નો ચુસ્ત અમલીકરણ નહીં કરી કેન્દ્ર અને રાજ્ય સરકારો એ આદિવાસીઓ ને શિક્ષણ – આરોગ્ય – સિંચાઈ સેવાઓ થી વંચિત રાખી સામાજિક – શૈક્ષણિક અને આર્થિક વિકાસ થી દૂર રાખ્યા છે.

ભારતીય બંધારણ ની અનુસૂચિ – 5મુજબ નર્મદા જિલ્લા અને આદિવાસી ( અનુસુચિત જનજાતિ) ઓને ન્યાય અપાવવાઆદિવાસી સમાજ ની માંગ .

રાજપીપળા :

નર્મદાજિલ્લા ના ગોરા – વાઘડીયા – લિમડી ગ્રામ પંચાયત ના સરપંચો ની આગેવાની મા આદિવાસી સમાજ ના આગેવાનો એ ગરુડેશ્વર મામલતદાર નેવડા પ્રધાન , રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાના અધિકારી ઓ ને આવેદનપત્ર આપ્યું હતું

જેમા ભારતીય બંધારણ ની અનુસૂચિ – 5 નું ઉલ્લંઘન થતું હોઈ નર્મદા જિલ્લા અને આદિવાસી ( અનુસુચિત જનજાતિ) ઓને ન્યાય આપવાના પ્રશ્ને લેખિત રજૂઆત કરી હતી .જેમા આદિવાસી સમાજના આગેવાનો
લખનભાઈ મુસાફીર , મહેશભાઈ તડવી, શૈલેષભાઈ તડવી, રોહિતભાઈ પ્રજાપતિ તથાસરપંચો ની હાજરી મા આવેદન આપી રજૂઆતો કરી હતી

આવેદનમા જણાવેલ હકીકત અનુસાર નર્મદા જિલ્લો ભારતીય બંધારણ ની અનુસૂચિ – 5 મુજબ આદિવાસી અનામત જિલ્લા છે. આ જિલ્લા ની તમામ જળ, જમીન, જંગલ અને અન્ય સંપત્તિ ઉપર પહેલો અધિકાર આદિવાસી ઓ નો જ છે.નર્મદા જિલ્લા મા બનેલ સરદાર સરોવર નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિયર ડેમ માટે સૌથી વધુ બલિદાન આદિવાસીઓ એ આપ્યું છે. ગુજરાત ના હરણફાળ વિકાસ માટે અમારા આદિવાસી ઓ નો હમેશાં ભોગ લેવાયો છે.

આઝાદી ના 71 વર્ષ બાદ પણ આદિવાસી ઓને બંધારણની અનુસૂચિ 5 નો ચુસ્ત અમલીકરણ નહીં કરી કેન્દ્ર અને રાજ્ય સરકારો એ આદિવાસીઓ ને શિક્ષણ – આરોગ્ય – સિંચાઈ સેવાઓ થી વંચિત રાખી સામાજિક – શૈક્ષણિક અને આર્થિક વિકાસ થી દૂર રાખ્યા છે.
અમો ભારત ના ઇન્ડીજિનસ – એબઓરીજનલ – મુલવંશ- આદિવાસી ઓ ને જળ, જમીન અને જંગલ સંપત્તિ ના ફાયદો ઓથી હમેશા દૂર જ રાખ્યા છે. અમારી અનુસૂચિત વિસ્તારની સંપત્તિ ઓ બિનઆદિવાસી, ઉધોગપતિઓ બિનકાયદેસર લુટી રહ્યા છે. સરદાર સરોવર ડેમ માટે, વિયર ડેમ માટે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અમારી જમીનો લઈ માતૃભૂમિ છોડાવી અમોને વિસ્થાપીત કર્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા ડેમ માટે જમીનો અમારી, વિસ્થાપીત અમે થયા અને જ્યારે વિકાસ ની વાત આવી તો આદિવાસીઓ ને વિકાસ થી દૂર કેમ રખાય રહ્યા છે, વિકાસ મા આદિવાસીઓ ને ભાગીદારી કેમ નથી બનાવતા? સ્ટેચ્યુ ઓફ યુનિટી – નર્મદા ડેમ માટે ભોગ આદિવાસીઓ નો લેવાયો છે તો ફાયદો પણ આદિવાસી ઓ ને જ થવો જોઈએ.

આદિવાસી સમાજ વતીતેમને પોતાની માંગણી રજૂ કરતા જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સીટી, રેવા ભવન, સરકીટ હાઉસ, ફૂડ કોર્ટ, વેલી ઓફ ફ્લાવર, વિયર ડેમ, ખાનગી હોટલો અને રીસોર્ટ ના તમામ કર્મચારી ઓ સ્થાનિક અને આદિવાસી જ હોવા જોઈએ.

જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ માટે પોતાની જમીનો આપી છે તેમના પરીવાર જનો ને કાયમી નોકરી આપવા મા આવે અને જ્યાં સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ છે ત્યાં સુધી તેમના પરિવાર ના સભ્યોની નોકરી મા પહેલી પસંદગી કરવામાં મા આવે.
નર્મદા ડેમ – સ્ટેચ્યુ ઓફ યુનિટી મા પ્રભાવિત આસપાસ ના 13 ગામ અને સ્થાનિક 72 ગામ ના આદિવાસીઓ અને નર્મદા ડેમ અસરગ્રસ્તો ને નોકરીઓમાં પહેલી પસંદગી કરવામાં આવે. ભોગ અમારો છે તો નોકરી ઓ પણ અમને આપો. બહાર ના લોકો ને નોકરી આપવા નું બંધ કરવામાં આવે.
જે તે નોકરીઓ માટે અનુકૂળ ભરતી ઓ માટે સ્થાનિક આદિવાસીઓ – નર્મદા ડેમ અસરગ્રસ્તો ને સ્કીલ ડેવલપમેન્ટ હેઠળ તાલિમ આપી દરેક ક્ષેત્રમાં મા 100% ભરતી સ્થાનિક અને આદિવાસીઓ થી જ કરવામાં આવે. ભારત બંધારણ ની અનુસૂચિ 5 મુજબ ટેન્ટ સીટી, ફુડ કોર્ટ ના તમામ કોન્ટ્રાક્ટ આદિવાસી ઓ ને આપવામાં આવે,ટેન્ટ સીટી, ફુડ કોર્ટ ના કોન્ટ્રાક્ટ જે બિનઆદિવાસી ઓ ને આપી દેવામાં આવ્યા છે તે રદ્દ કરો આ તમામ કોન્ટ્રાક્ટ આદિવાસીઓ ને આપવામાં આવે.
ટુરિસ્ટ ગાઈડ તરીકે પણ સ્થાનિક, વિસ્થાપીતો અને આદિવાસીઓ થી જ ભરતી કરવામાં આવે અન્ય બહાર થી ટુરિસ્ટ ગાઈડ ની ભરતી રદ્દ કરો.

ભારતીય બંધારણ ની અનુસૂચિ 5 મુજબ બિનઆદિવાસી ઓ ને આ વિસ્તાર મા ધંધો કરવાનો અધિકાર નથી આથી કેવડિયા વિસ્તાર મા ખાનગી હોટલો – રીસોર્ટ ના માલિક પણ આદિવાસી જ હોવા જોઈએ. અને તેના તમામ કર્મચારી ઓ પણ આદિવાસી ઓ જ હોવા જોઈએ.
કેવડિયા વિસ્તાર ની આદિવાસી પંચાયતો ને અનુસૂચિ – 5, પેસા કાનુન મુજબ બહાર થી આવતા પ્રવાસીઓ પાસે થી વાહનો તેમજ પ્રવેશ માટે ફી લેવાનો અધિકાર છે પરંતુ હાલ આ ફી ગુજરાત સરકાર લઈ રહી છે જે બિનકાયદેસર છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ની મુલાકાતી ફી ની આવક ની રોયલ્ટી આદિવાસી પંચાયતો ને આપવામાં આવે. અથવા મુલાકાતી ફી ઉઘરાણી માટે આદિવાસી પંચાયતો ને હક્ક આપવામાં આવે. ગામ પંચાયતો ને રાજ્ય સરકાર ખાનગી હોટલો – રીસોર્ટ – ભોજનાલય બનાવવા ફંડ આપે જેથી ગામ પંચાયતો પોતે સ્વનિર્ભર બની પોતાના ગામ યુવાનો ને રોજગારી આપે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિયર ડેમ નું બાંધકામ કરનારા સ્થાનિક આદિવાસીઓ ની નોકરીઓ મા પસંદગી કરવામાં આવે.સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ભોગ અમે આદિવાસી ઓ એ આપ્યો છે, જમીનો અમારી ડુબી ગઈ છે અને જ્યારે વિકાસ ની વાત આવી તો દરેક રાજ્ય ના ભવન અહીં બનાવશો તો પછી અમારી હોટલો મા રહેશે કોણ? અમારા ભોજનાલયો મા જમશે કોણ? બીજા રાજ્ય ના મુલાકાતી ઓ ની આવક જે તે રાજ્ય મા જ પાછી જતી રહેવાની છે તો અમને અમારી જમીનો પાછી આપી દો. દરેક રાજ્ય ના ભવન અહીં બનાવશો તો રાજય ની તિજોરી આવક ને પણ નુકસાન થશે. આથી અમે ગુજરાત સરકાર ના આ નિર્ણય નો વિરોધ કરીએ છીએ.

નર્મદા ડેમ નું પાણી પહેલાં અમો આદિવાસીઓ ને સિંચાઈ માટે આપો પછી જ્યાં લઈ જવું છે ત્યાં લઈ જાવ.જે સ્થાનિક આદિવાસીઓ એ જમીન ના બદલે જમીન કે પૈસા પણ નથી જોઈતા તે આદિવાસીઓ પાસે થી ગુજરાત સરકાર જમીનો બળજબરી પૂર્વક લઈ શકશે નહીં.
ભારતીય બંધારણ ની અનુસૂચિ – 5 મુજબ નર્મદા જિલ્લા આદિવાસી અનામત જિલ્લો છે આથી વિકાસ ના નામે બિનઆદિવાસીઓ ને અમારા જિલ્લામા લાવી બિનકાયદેસર ના મતદાર બનાવવા નહીં જેથી અમારી સંસ્કૃતિ, રીત રીવાજ બચી રહે. આદિવાસીઓ ને રૂઢીગત પરંપરા થી જીવન જીવવાનો બંધારણીય અધિકાર છે. આદિવાસી સંસ્કૃતિ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આક્રમક કરવા મા આવે નહીં.સ્ટેચ્યુ ઓફ યુનિટી કે હવે પછી ના કોઈ પણ પ્રોજેક્ટ માટે આદીવાસીઓ ની જમીનો નહીં લેવામાં આવે, આદિવાસીઓ ને હવે કોઈ પણ પ્રોજેક્ટ માટે વિસ્થાપીત નહીં કરવા મા આવે તેવી કેન્દ્ર – રાજ્ય સરકાર ખાતરી આપે.

નર્મદા જિલ્લા આદિવાસી અનામત જિલ્લો હોય તમામ આદિવાસીઓ પાસે થી નર્મદા જિલ્લામા કોઈ પણ પ્રકારની ફી વસુલવા મા નહીં આવે.
રોડ ટોલ ટેક્સ માંથી આદિવાસીઓ અને જી જે 22 ની ગાડીઓ ને મુક્તિ આપવામાં આવે.નર્મદા જિલ્લા મા આદિવાસીઓ ને છેતરી ને, 73 અઅ, અનુસુચિ – 5 કાનુન ભંગ કરી આદિવાસીઓ ની જે જમીનો બિનઆદિવાસીઓ એ પડાવી લીધી છે તે તમામ જમીનો ના દસ્તાવેજો રદ્દ કરી મુળ માલિકો ને જમીનો પરત કરવામાં આવે.
હવે પછી જિલ્લા મા પર્યાવરણ – પ્રકૃતિ નો વિનાશ કરનારા કોઈ પણ પ્રોજેક્ટ નું બાંધકામ કરવું નહીં. એક પણ વૃક્ષ કાપશો નહીં. પહાડો તોડશો નહીં. જય ભારત

આદિવાસી સમાજ વતી ગરૂડેશ્ર્વર મામલતદાર ને આદિવા સી આગેવાનો તથા તથા ગોરા – વાઘડીયા – લિમડી ગ્રામ પંચાયત ના સરપંચો એ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, અધ્યક્ષ અનુસૂચિત જનજાતિ આયોગ,મુખ્યમંત્રી, કમિશ્નર સરદાર સરોવર નર્મદા નિગમ , આદિજાતિમંત્રી , તમામ ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી સભ્યો તમામ આદિવાસી ધારાસભ્યો – સાંસદ સભ્યો , કમિશ્નરશ્રી, આદિજાતિ વિભાગ, તથા
કલેકટરશનર્મદા ને પણ લેખિત રજૂઆત કરવામા આવી છે

રિપોર્ટ :
જ્યોતી જગતાપ , રાજપીપળા

10 દિવસ મા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1, 08, 247 પ્રવાસીઓએ મુલાકાત લીધી .

રોજના સરેરાશ 25હજાર પ્રવાસીઓ નો ધસારો .

ટ્રસ્ટ ને 2,10,47,325 રૂ .ની આવક .

10મી તારીખે સૌથી વધુ 33,576 પ્રવાસીઓ ઉમટ્યા

દેશભર માથી હજારો પ્રવાસીઓ ઉમટતા કેવડિયાના તમામ માર્ગો પર ટ્રાફિક જામ .વાહનો નો ખડકલો .

ટિકિટ મેળવવા પીઆરઓ ઓફિસથી 5 કિમી લાંબી લાઇન.
તાપ મા ઊભા રહેવા છતા પણ અડધા લોકો ને ટિકિટ ન મળતા પ્રવાસીઓ પાછા ફર્યા .
અવ્યવસ્થા સર્જતા પ્રવાસીઓ એ હોબાળો મચાવ્યો
કેવડિયામા હોટલો .ટેન્ટ હાઉસ ફૂલ થઇ જતા પ્રવાસીઓ ના રાજપીપળા મા ધામા .લોકોએ ખાનગી ઘરોમાં લીધો આશરો .

રાજપીપળા: Nov 11, 2018, 5:29 PM by Gmail અહેવાલ જ્યોતી જગતાપ

વિશ્વની સૌથી ઊંચી182 મીટરની સરદાર પટેલની પ્રતિમા જોવા હાલ તો દેશભર માથી પ્રવાસીઓ નો ધસારો જોવા મળી રહ્યો છે હાલ પ્રવાસીઓ નીપહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે .હૉટ ફેવરિટ બનેલસ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ ઉમટતા હોવાથી અવ્યવસ્થા અને અફરાતફરી નો માહોલ ઊભો થયો છે .તો કેવડિયાના માર્ગો પર વાહનો નો ખડકલો થઇ ગયો હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહયા છે જેને કંટ્રોલ કરવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ખુદ કેવડિયા પહોંચી ટ્રાફિક કંટ્રોલ કરી રહયા છે .સ્ટેચ્યુ સ્થળે પોલીસ નો કાફલો ખડકી દેવાયો છે .
દિવાળી અને નવા વર્ષેઅને ભાઈબીજ ના ત્રણ દિવસોમા સૌથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીજોવા ઉમટ્યા હતા .જેમાદિવાળી ના દિવસે 11,219 પ્રવાસીઓઉમટ્યા હતા જેમાંથી 25,74,700 રૂપિયા આવકથઇ હતી .જ્યારે નવા વર્ષે 17,280 પ્રવાસીઓ આવ્યા હતાજેની 36,89,160 રૂપિયા આવકથઇ છે તો ભાઈબીજ ના દિવસે 23,666 પ્રવાસીઓઆવતા તેની સામે 41,47,956 રૂપિયા આવક થઇ હતી .જ્યારે 10મી નવેમ્બરે સૌથી વધુ 33,576 પ્રવાસીઓ ઉમટ્યા હતા જેમાંથી 33,62,860 રૂપિયાની આવકથઇ હતી આમ 31મીએ લોકાર્પણ પછી પ્રથમ 10દિવસ મા 1, 08, 247 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે .રોજના15હજાર ની અપેક્ષા સામે સરેરાશ 25હજાર પ્રવાસીઓ નો ધસારો જોવા મળી રહ્યો છે જેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 10દિવસમા 2,10,47,325રૂ . ની આવકથઇ છે .

પણ વધુપડતા પ્રવાસીઓ ઉમટતા હોવાથી સુવિધાઅને પૂરતી વ્યવસ્થા ના અભાવે પ્રવાસીઓ ને ભારે હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે.પ્રવાસીઓ માટે બસની સુવિધા પણ ઓછી પડી હતી .બીજી બાજુ પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી 5 વાગ્યે ટિકીટ કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું.બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષના પ્રથમ દિવસથી લેસર શો શરૂ કરી દેવામાં આવ્યો છે.આ શો દરરોજ 6.30 થી 8 વાગ્યા સુધી યોજાશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું છે ત્યારથી અત્યાર સુધી 10 દિવસમાં 1,08,247 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 2,10,47,325 આવક થઈ છે.આટલા બધા પ્રવાસીઓના ધસારાને પગલે 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.જેને કંટ્રોલ કરતા ખુદ નર્મદા એસપીના નાકે દમ આવી ગયો હતો.

________________________

1 થી 10 મી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને જંગી આવક

(1) 1લી નવેમ્બરે 896 પ્રવાસીઓ 2,98,450 રૂપિયા આવક,(2) 2જી નવેમ્બરે 1830 પ્રવાસીઓ 5,51,900 રૂપિયા આવક(3) 3જી નવેમ્બરે 3989 પ્રવાસીઓ 12,45,050 રૂપિયા આવક(4) 4થી નવેમ્બરે 7107 પ્રવાસીઓ 22,16,020 રૂપિયા આવક(5) 5મી નવેમ્બરે 3667 પ્રવાસીઓ 12,27,510 રૂપિયા આવક(6) 6ઠ્ઠી નવેમ્બરે 5017 પ્રવાસીઓ 17,33,710 રૂપિયા આવક(7) 7મી નવેમ્બરે 11,219 પ્રવાસીઓ 25,74,700 રૂપિયા આવક(8) 8મી નવેમ્બરે 17,280 પ્રવાસીઓ 36,89,160 રૂપિયા આવક(9) 9મી નવેમ્બરે 23,666 પ્રવાસીઓ 41,47,956 રૂપિયા આવક (10) 10મી નવેમ્બરે 33,576 પ્રવાસીઓ 33,62,860 રૂપિયાની આવક.
કુલ પ્રવાસીઓ :1,08,247ની સામે 10દિવસ ની કુલ આવક 2,10,47,325રૂ .ની આવક થવા પામી હતી .આમ માત્ર 10જ દિવસ મા આંકડો બે કરોડને આંબી ગયો છે .

_________________________

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દિવાળી વેકેશનમાં સૌથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.એ દિવસો દરમિયાન કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટો લેવા અને બસમાં બેસવા માટે 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.પ્રવાસીઓ દ્વારા કેવડિયાના તમામ માર્ગો પર પાર્કિંગ કરાયું હતું.જેથી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા પોતે રસ્તા પર ઉતરી પડ્યા હતા.નર્મદા પોલીસ ઉપરાંત વડોદરા રેન્જની પોલીસની વ્યવસ્થા જાળવવા મદદ લેવાઈ.છેલ્લા 1 મહિનાથી નર્મદા પોલીસનો કાફલો કેવડિયા કોલોનીમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ પ્રવાસીઓ યુનિટી નિહાળી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યો છે.નર્મદા પોલીસે માનવતા દાખવી ત્યાં પાણીની પરબ પણ સુરક્ષા સેતુ ના માધ્યમ થી નર્મદા પોલીસ શરૂ કરી છે.

બીજી તરફ કેવડીયામાં શૌચાલયના અભાવે મહિલાઓએ પ્રવાસ ટૂંકાવવો પડ્યોહતો . મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોવાથી કેવડિયા વિસ્તારમાં શૌચાલયોની અછત સર્જાઈ હતી.જેથી મહિલાઓ ને ના છૂટકે પોતાનો પ્રવાસ ટૂંકાવી પરત ફરવાનો વારો આવ્યો હતો .બીજી તરફ કેવડિયા પી.આર.ઓ ઓફીસ પાસે કચરાપેટી ન હોવાથી પ્રવાસીઓ કચરો રસ્તા પર અને આજુબાજુ મા ફેંકી દેતા મોદીના સ્વચ્છ ભારત મિશનના સ્વછતા અભિયાન ના ધજાગરા પણ ઉડયા હતા.

બીજી તરફ કલાકો સુધી પ્રવાસીઓ લાંબી લાઇન મા ઊભા રહયા પછી અધવચ્ચે ટિકિટ બારી બંધ કરાતા રાજ્ય બહારના પ્રવાસીઓએ વીલા મોઢે પાછું ફરવાનો વારો આવતા નિરાશ થયેલા પ્રવાસીઓ મા ભારે રોષ ની લાગણી જોવા મળી હતી

જેને કારણે આખી દૂર દૂર થી આવેલા કેટલાયે રાજ્ય બહારના પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા વિના જ પાછા ફરવાનો વારો આવ્યો હતો જેના કારણે પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો.તો બીજી બાજુ કર્મચારીઓએપણ બ્લેકમાં ટિકિટ વેચી દીધી હોવાનો તથા તંત્રના મિસ મેનેજમેન્ટને લીધે તકલીફો પડતી હોવાના આક્ષેપ રોષે ભરાયેલા પ્રવાસીઓએકર્યો હોવાનો આક્ષેપ કેટલાક પ્રવાસીઓ કર્યો હતો

__________________________

વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે બનાવવામા આવેલ આ લક્ઝુરિયસ નેચર રિસોર્ટમાં 2 દિવસ અને 3 દિવસના પેકેજ રજૂ કરવામાં આવ્યા છે.જેમા

★1 નાઈટ-2 દિવસનો ચાર્જ

સિંગલ શેરિંગ ટ્વિન શેરિંગ એકસ્ટ્રા પર્સન

9000 12000 4000 (પ્રીમિયમ એસી ટેન્ટ)

6750 9000 3000 (ડિલક્સ એસી ટેન્ટ)

4500 6000 2000 (સ્ટાન્ડર્ડ નોન-એસી ટેન્ટ)

– 2 નાઈટ-3 દિવસનો ચાર્જ

સિંગલ શેરિંગ ટ્વિન શેરિંગ એકસ્ટ્રા પર્સન

18000 24000 7200 (પ્રીમિયમ એસી ટેન્ટ)

13500 18000 5400 (ડિલક્સ એસી ટેન્ટ)

9000 12000 3600 (સ્ટાન્ડર્ડ નોન-એસી ટેન્ટ)

આ પેકેજ ટુરમાં મુસાફરોને ટેન્ટ સિટીમાં વિવિધ કલ્ચરલ એક્ટિવિટીઝ તથા એન્ટરટેઈનમેન્ટ એક્ટિવિટીઝ કરાવવામાં આવશે.જ્યારે કે 2 દિવસ 3 નાઈટના પેકેજ ટુરમાં મુસાફરો સાથે ગાઈડ પણ હશે. આ પેકેજમાં મુસાફરોને રાજપીપળામા આવેલ રાજવંત પેલેસ તથા સુલપાણેશ્વરમાં આવેલ પ્રાચીન મંદિરની મુલાકાત પણ કરાવાશે.ટેન્ટી સિટીમાં 3 રજવાડી,53 એસી અને 200 ડિલક્સ રૂમથી ટેન્ટ સિટી સજ્જ છે.જેમાં એસી અને નોન એસી બે પ્રકારના ટેન્ટ મળી રહેશે.ટેન્ટની વચ્ચોવચ પરફોર્મન્સ અને પ્લે એરિયા બનાવાયો છે,જ્યાં રોજ સાંજે વિવિધ લોકનૃત્યો અને સંગીતના કાર્યક્રમો યોજાશે. મુલાકાતીઓની સાંજે રળિયામણી અને કલામય બને તેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂરતી વ્યવસ્થા કરાઈ છે.રાજ્ય સરકારે 250થી વધુ આકર્ષક અને મનમોહક ટેન્ટની અલાયદી વ્યવસ્થા ઉભી કરી છે.

__________________________

બીજી તરફ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાજોવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરકારની અપેક્ષા કરતા 3 ઘણા પ્રવાસીઓ ઉમટી પડતા 3 ટિકિટ કાઉન્ટરો પર 10 કિલોમિટર લાંબી લાઈનો લાગી છે.સરકારની અપેક્ષા હતી કે,સ્ટેચ્યુ પર પ્રતિદિન 15,000 પ્રવાસીઓ ઉમટશે પણ તેનાથી પણ આગળ વધીને તંત્રની ધારણા કરતા વધુ 30,000થી 40,000કરતા વધુ પ્રવાસીઓ ઉમટી રહયા છે.અને હજુ પણ સતત પ્રવાસીઓ કેવડિયા તરફ આગળ વધી રહ્યા છે.સતત ત્પ્રવાસીઓ ઉમટતા હોવાથી શનિવારે 12 કલાકે જ વ્યુઇંગ ગેલેરીની ટિકિટ આપવાનું બંધ કર્યું હતું.જો કે સામાન્ય ટિકિટ પર પ્રવાસીઓને પ્રવેશ અપાઈ રહ્યો છે

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબના જીવન કવનને આવરી લેતા ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન ૭૩ ફૂટ ઊંચા આ પ્રદર્શન હોલમાં વિવિધ સંસ્થાઓમાં સંગ્રહાયેલ સામગ્રી પણ અદભૂત રીતે રજૂ કરાઈ છે આઝાદી પછી અખંડ ભારતના નિર્માણની સમગ્ર પ્રક્રિયા વિશેની તૈયાર થયેલ ૧૬ ફિલ્મો આ પ્રદર્શનનું આકર્ષણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબના જીવન કવનને આવરી લેતા ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં સરદાર સાહેબના જીવનની ઝરમર તથા તેમના કાર્યોની લેવાયેલ શ્રેષ્ઠ નોંધો કે જે વિવિધ સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાઈ છે અને અદભૂત રીતે પ્રદર્શિત કરાઈ છે.જેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રસપૂર્વક ઝીણવટથી નિહાળી હતી.આ પ્રદર્શનમાં સરદાર પટેલની યાદગાર ક્ષણો ને આવરી લેતી શોર્ટ ફિલ્મને પ્રધાનમંત્રીશ્રીએ જોઈ હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. ક્ષેત્રફળ વિભાગમાં તૈયાર કરાયેલા આ પ્રદર્શન હોલમાં ૧૮ ફૂટ ઊંચી, સરદાર સાહેબની અદભૂત કાંસ્યની પ્રતિમા પર્યટકોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઝાંખી કરાવે છે, પ્રદર્શનમાં એક વીડિયો વોલ ઊભી કરાઈ છે આ વીડિયોવોલ ઉપર સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાના નિર્માણની સમગ્ર પ્રક્રિયાનું નિદર્શન દર્શાવશે. જેમાંથી સહેલાણીઓને સમગ્ર માહિતી મળી રહેશે. સાથેસાથે એક ઓડિયો-વીડિયો કિયોસ્ક તૈયાર કરાયું છે. જેમાં આ વિરાટતમ પ્રતિમાના નિર્માણમાં દેશભરના લોકોને જોતરવા માટે વિવિધ રાજયોમાંથી લોખંડ અને માટીનું એકત્રિકરણ કરાયું હતું તેની વિસ્તૃત વિગતો ટેકનોલોજીસભર કિયોસ્કમાં મૂકવામાં આવી છે.
૭૩ ફૂટ ઊંચા આ પ્રદર્શન હોલમાં નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા, નહેરુ મેમોરિયલ, રાષ્ટ્રપતિ ભવન, નેશનલ ગાંધી મ્યુઝિયમ, મીડલ ટેમ્પલ લંડન, ભારતીય વિદ્યાભવન મુંબઈ, મહારાષ્ટ્ર આર્કાઈવ્સ મણિભવન મુંબઈ, સાબરમતિ આશ્રમ અમદાવાદ, સ્વરાજ આશ્રમ બારડોલી અને અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, વીર વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર હાઉસ કરમસદ, સરદાર પટેલ યુનિ. વલ્લભ વિદ્યાનગર, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, હૈદ્રાબાદના સ્ટેટ આર્કાઈવ્સ, સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ જંતરમંતર, પાર્લામેન્ટ મ્યુઝિયમ, પાર્લામેન્ટ લાયબ્રેરી, ઓલ ઈન્ડિયા રેડિયો, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમ.જે લાયબ્રેરી અમદાવાદ સહિતની સંસ્થાઓમાં સંગ્રહાયેલી અભિલેખીય સામગ્રી પણ અહીં રજૂ કરાઈ છે. સાથે સાથે વીડિયોમાં સરદાર સાહેબના વાસ્તિવક ફૂટેજ પણ રજૂ કરાયા છે. તેમજ ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં વિવિધ રાજયોના વિલીનીકરણની ઘટનાઓને લોકો જાણી શકે તે માટે રાજયના પ્રખ્યાત નિર્દેશકો દ્વારા ૧૬ ફિલ્મો પણ તૈયાર કરાઈ છે. જે પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. ઉપરાંત સરદાર સાહેબને લગતા પ્રસિદ્ધ પુસ્તકો પણ અહીં લાયબ્રેરીમાં મૂકાયા છે.
આ ઉપરાંત સરદાર સાહેબના અંગ્રેજ સરકાર સામેનો સંઘર્ષ, દેશના વિભાજન અંગે, દેશી રજવાડા એકત્રિકરણ, શૂણ-પાણેશ્વર સેન્ચ્યુરી, આદિજાતિ લોકોની જીવન શૈલી અને સંસ્કૃતિ, સરદાર સરોવર ડેમ સહિતના વિવિધ વિષયોના ફોટાઓ તથા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂ કરાયા છે જે માણવાનો અનમોલ અવસર છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપળા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ પ્રસંગે વેલી ઓફ ફલાવર્સને ખુલ્લું મુકતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

નર્મદા નદીના કિનારે ૧૦૦થી વધુ પ્રકારના રંગબેરંગી ફુલોથી શણગારેલ વેલી ઓફ ફલાવર્સને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લું મુક્યું હતું તેમજ તકતીનું અનાવરણ કર્યું હતું.

વિિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ પ્રસંગે વેલી ઓફ ફલાવર્સને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લું મૂક્યું હતું અને નર્મદા નદીના કિનારે ૧૦૦થી વધુ પ્રકારના રંગબેરંગી ફુલોથી શણગારેલ વેલી ઓફ ફલાવર્સને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખુલ્લું મુક્યું હતું તેમજ તકતીનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ ઓ. પી. કોહલી, મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ જે. એન. સિંઘ, જિલ્લા કલેકટર આર. એસ. નિનામા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યહતા.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રાર્પણ પ્રસંગે વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા નિર્માણના
સહયોગીઓ સાથે વડાપ્રધાને ખેંચાવી સમૂહ તસવીરખેંચવી હતી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ અર્થે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યૂ નિર્માણ સહયોગી સહિત રાજ્યના મંત્રીમંડળ અને સ્ટેચ્યૂ નિર્માણમાં યોગદાન આપનારા મહાનુભાવો સાથે સમૂહ તસવીર ખેંચાવી હતી. મુખ્યસભા મંડપની બાજુમાં વડાપ્રધાનશ્રીએ આ મહાનુભાવોને મળી સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની નિશ્રામાં સમૂહ તસવીર ખેંચાવી સહયોગીઓનું પણ અદકેરૂ સન્માન કરી તેમના કાર્ય પ્રદાનને બિરદાવ્યું હતું.
વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાના રેકોર્ડ માટે અથાગ પ્રયત્નો કરનારા આ સહયોગીઓએ પણ તેમની વડાપ્રધાનશ્રી દ્વારા કરાયેલી કદર બદલ કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
રિપોર્ટ : દીપક જગતાપ , રાજપીપળા

૩૧ મી ઓક્ટોબર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રાષ્ટ્રપતિ સહિત ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલશ્રીઓ સહિતનાં મહાનુભાવો પધારશે

– ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા
રાજપીપળા: 27/10 /18
સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં રાષ્ટ્રાર્પણ કાર્ય આયોજનની સમીક્ષા અર્થે પધારેલા ગૃહમંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, તા.૩૧ મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે લોકાર્પણના કાર્યક્રમ બાદ અહીં દેશના નામી-અનામી મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યાં છે.
નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન દેશના રાષ્રપતિ સહિત ઉપરાષ્ટ્રપતિ , દેશનાં લગભગ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની મુલાકાત લેનાર છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહાનુભાવોની મુલાકાત બાદ અહીં દેશનાં ડી.જી.પી. કક્ષાના પોલીસ અધિકારીઓની બેઠક પણ યોજાનાર છે. ઉપરાંત રોજેરોજ અહીં દરરોજ ૧૫૦૦૦ પર્યટકો મુલાકાતે આવી શકે, તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવી છે. ત્યારે બધા વાહન વ્યવહારને લક્ષમાં લઇને કેવડીયા સુધી આવતા તમામ માર્ગોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વૈશ્વિક પર્યટકોને અહીં કોઇ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે અલાયદુ ટ્રાફિક પોલીસ સ્ટેશન મંજુર કરીને પર્યટકોને મદદરૂપ થવા અને અહીંના પ્રવાસીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર થાય તે માટે પણ તકેદારી દાખવવામાં આવી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો લોકાર્પણ કાર્યક્રમ પણ વૈશ્વિક બની રહે, તે સાથે ભારત વર્ષના જનજનની ભાવના સંવેદનાને પણ ઝંકૃત કરી શકાય, તેવું સુચારૂ આયોજન-વ્યવસ્થા ઘડી કાઢવાની હિમાયત રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ કરી છે. અખંડ ભારતના શિલ્પ એવા સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા અને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વની ગરિમાને છાજે તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમને, વિશ્વ આખુ જ્યારે અહોભાવથી નિહળી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ એક ભારત – શ્રેષ્ઠ ભારતની વિભાવનાને પરિપૂર્ણ કરશે, તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સરદાર સરોવર ડેમની સામે, માં નર્મદા નદીની વચ્ચોવચ્ચ, સાધુ બેટ ઉપર ઉભેલી ૧૮૨ મીટર ઉંચાઇની સરદાર સાહેબની એકતાની મૂર્તિ, વૈશ્વિક પર્યટકો માટે જ્યારે આકર્ષણનું કેન્દ્ર બનવા જઇ રહી છે ત્યારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર તથા તેની આસપાસ આકાર લઇ રહેલા પ્રકલ્પો પણ વધુ લોકભોગ્ય બનશે તેમ પ્રદિપસિંહજીએ જણાવ્યું હતું.


સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ – ૩૧ મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન જ્યારે સાકાર થઇ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનનાં હસ્તે રાષ્ટ્રાર્પણ થવા જઇ રહેલી વિરાટ પ્રતિમાને નિહાળવા અને સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લેવા દેશ –વિદેશના પર્યટકો નર્મદા મૈયાના તટે ઉમટી પડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન દ્વારા મુખ્ય સ્ટેજ ઉપરથી પ્રજાજોગ અપાનારા સંદેશ સહિત પ્રતિમાનું અનાવરણ, જલાભિષેક, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રતિમાનું પૂજન-અર્ચન જેવા કાર્યક્રમો અંગે પણ ગૃહ રાજ્યમંત્રીજાડેજાએ સૂક્ષ્મ વિગતો મેળવી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતાં. પ્રતિમાનાં રાષ્ટ્રાર્પણની સાથે સાથે વોલ ઓફ યુનિટી, ટેન્ટ સીટી, વેલી ઓફ ફ્લાવર્સ, એક ભારત – શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવતા દેશભરના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તૃતિ, ભારત ભવન પ્રદર્શન સહિતનાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનાં આયોજન વ્યવસ્થા અંગે પણ મંત્રીશ્રી જાડેજાએ ઝીણવટભરી વિગતો મેળવી હતી. ટેન્ટ સીટી, વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સભાસ્થળ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાત મુલાકાત લેતાં મંત્રીશ્રી જાડેજાએ સંબંધિત અધિકારીઓ, એજન્સીઓને જરૂરી સૂચનો કર્યાં હતાં.

ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત દરમિયાન ગુજરાતનાં અગ્રણીઓ ભાર્ગવભાઇ ભટ્ટ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એ.એમ. તિવારી, પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓ, નર્મદા-પંચાયત વિભાગનાં અગ્રસચિવ એ.કે. રાકેશ, નર્મદા નિગમનાં સંયુક્ત વહિવટી સંચાલક સંદિપકુમાર, માર્ગ અને મકાન વિભાગનાં સચિવ સી.બી. વસાવા, જિલ્લા કલેક્ટરઆર.એસ. નિનામા, જિલ્લાનાં અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ સહિત નર્મદા નિગમનાં વરિષ્ઠ ઇજનેરો મંત્રીની સાથે જોડાયાં હતાં. દરમિયાન રાજ્યનાં મુખ્ય સચિવ જે.એન. સિંઘ સહિત ઉચ્ચ-વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં કેવડીયા કોલોનીનાં વીવીઆઇપી સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકને સંબોધતાં મંત્રીશ્રી જાડેજાએ કાર્યઆયોજનને આખરી ઓપ આપતા કેટલાક જરૂરી અને ઉપયોગી સૂચનો રજૂ કરી, સૌને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
રિપોર્ટ :
જ્યોતિ જગતાપ , રાજપીપળા